આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ યાદવે જણાવ્યું છે કે તમાકુના તમામ પ્રકારનો ઉપયોગ હાનિકારક છે, દરવર્ષે તમાકુના સેવનને કારણે વૈશ્વિક સ્તરે 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરાવતા શ્રી યાદવે જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા લોકોમાં તમાકુના સેવનની હાનિકારક અસરો અંગે જાગૃતિ લાવવામાં આવશે.તેમણે કહ્યું કે, ભારતમાં દર વર્ષે તમાકુના સેવનથી લગભગ 13 લાખ લોકો મૃત્યુ પામે છે. મંત્રીએ કહ્યું કે, તમાકુના સેવનથી કેન્સર ઉપરાંત અન્ય અનેક રોગો થાય છે. તેમણે કહ્યું કે, તમાકુમુક્ત પેઢીના નિર્માણમાં યુવાનોનું યોગદાન મહત્વનું છે. તેમણે કહ્યું કે યુવા પેઢી દેશનું ભવિષ્ય છે અને સરકાર તમાકુ મુક્ત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે મંત્રીએ દેશભરની મેડિકલ કોલેજોમાં તમાકુ નિવારણ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તાજેતરમાં કેન્દ્રએ યુવાનોમાં તમાકુના ઉપયોગને રોકવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી. 60-દિવસીય અભિયાનનો ઉદ્દેશ્ય તમાકુ મુક્ત પેઢી અને સ્વસ્થ ભારત બનાવવા માટે તમાકુના ઉપયોગની વિનાશક અસરથી ભારતની યુવા પેઢીના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુરક્ષિત રાખવાનો છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 6:36 પી એમ(PM)
આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી
