ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આજે નવી દિલ્હીમાં ટનલિંગ ઇન્ડિયાની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગડકરીએ વરસાદ, ભુસ્ખલન અને પૂર સામે રસ્તાઓનાં કિફાયતી અને કાયમી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, નાગરિકોની સલામતી સૌથી મહત્વની છે. આજે નવી દિલ્હીમાં ટનલિંગ ઇન્ડિયાની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગડકરીએ વરસાદ, ભુસ્ખલન અને પૂર સામે રસ્તાઓનાં કિફાયતી અને કાયમી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી ગડકરીએ જણાવ્યું કે, સરકાર ભારતને પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે રોડ પ્રોજેક્ટ્સમાં અસરકારક ટેકનોલોજી, આર્થિક ટકાઉક્ષમતા, કાચા માલની ઉપલબ્ધતા અને અંતિમ ચીજોનાં માર્કેટિંગ પર ભાર મૂક્યો હતો.
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન-બીઆરઓના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસને જણાવ્યું કે, ભારતમાં ટનલિંગ માટેની અમર્યાદ તકો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ