નવલાં નોરતાંનો આજે ચોથો દિવસ છે. આજે માતાજીનાં કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. મા કુષ્માંડાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પતિ થઈ છે. માંના સ્વરૂપને આઠ ભૂજાઓ છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ્યબાણ, કમળનું ફૂલ, અમૃત, કળશ, ચક્ર અને ગદા છે. તેઓ સિદ્ધિ પ્રદાન કરનારાં માતા છે. તેમનું વાહન સિંહ છે. માતાજીની આરાધનાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.
તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ત્રીજા નોરતે અમદાવાદના ઘાટલોડિયા, સોલા, શીલજ, હેબતપુર, શેલા અને સિંધુભવન જેવા વિસ્તારમાં વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.