ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 4, 2024 8:17 એ એમ (AM) | મંત્રી ભિખુસિંહ

printer

આજે નવલા નોરતાંનો બીજો દિવસ

આજે નવલા નોરતાંનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજે દિવસે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જેમના જમણે હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે તેમની ઉપાસના અનંત ફળની પ્રાપ્તિ થાય છે. તો બીજીતરફ ગઈકાલે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના ભક્ત દ્વારા માતાજીને સોનાનો હાર અર્પણ કરાયો હતો.
સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો આરંભ થયો છેત્યારે ઠેર-ઠેર રાસ ગરબાના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં ગરબા રાસ યોજાઇ રહ્યાં છે.
અન્ય શહેરોમાં પણ વિવિધ મેદાનોમાં ગરબા થઇ રહ્યાં છે. જ્યારે શેરી ગરબાઓ અને પરંપરાગત ગરબા રાસ પણ ખાસ્સુ આકર્ષણ જમાવી રહ્યાં છે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ થયો હતો. પાટણના નગરદેવી મહાકાલિકા માતાના પ્રાચીન મંદિરે નવરાત્રી મહોત્સવ અંતર્ગત માતાજીને સુંદર ફૂલો, અલંકારો અને વસ્ત્રોનો સુંદર શણગાર સજવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ હર્ષોલ્લાસ સાથે નવરાત્રીનો શુભારંભ કરાયો હતો. મોડાસા શહેરમાં રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમાર પ્રારંભ કરાવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ