આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે મા અંબાના ચંદ્ર ઘંટા સ્વરૂપનું પૂજન થાય છે. મા ચંદ્ર ઘંટાને દશ ભૂજાઓ અને મસ્તક પર અર્ધચંદ્ર છે તેમનું વાહન સિંહ છે. તેમની આરાધનાથી વિપતિઓનો નાશ થાય છે.
સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘IAS વાઇવ્સ વેલફેર એસોસિએશન’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-૧૯માં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં માતાજીની આરતીમાં ભાગ લીધો હતો.
દાહોદના રામાનંદ પાકૅમાં ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ની શરૂઆત થઈ હતી. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જગદીશદાસજી મહારાજ તથા દાહોદના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:19 એ એમ (AM) | નવરાત્રિ