પ્રાચીન પાટણ નગરમાં ગર્જુ રવાડા મહોલ્લાનો અનોખો દોરી ગરબો આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે.પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે,આ દોરી ગરબાની વિશેષતા એ છે કે, ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગૂંથવામાં આવે છે.આ ગૂંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે.સમગ્ર રાજ્યમાં ક્યાંક જ જોવા મળતો દોરી ગરબાની વર્ષો જૂની પરંપરાની આજે પણ પાટણમાં જળવાઈ રહી છે. અહીં યુવાનો અને બાળકો દેશી ઢબના તબલાં અને મંજીરાના તાલે ગરબાની રંગત જમાવે છે.પોરબંદર જિલ્લામાં પણ મહેર જ્ઞાતિના શૌર્ય, શૂરવીરતા અને સાહસના પ્રતિક સમા મણયારા રાસનું દર
વર્ષે આયોજન થાય છે. દરમ્યાન પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમવા આવે છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 9:08 એ એમ (AM) | કાલરાત્રી