આજે નવરાત્રિનો આઠમો દિવસ છે. આઠમની તિથિને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે મા દુર્ગાનાં મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની ઉંમર બાલીકા સ્વરૂપ આઠ વર્ષની માનવમાં આવે છે. માં નાં આભૂષણો અને વસ્ત્રો સફેદ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે, અને ડાબા હાથમાં વર મુદ્રા છે. તેમણે શિવજીને મેળવવા કઠોર તપ કર્યું હતું.
પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક દુર્ગા પુજાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. રાજ્યભરનાં પંડાલમાં ભક્તો મા દુર્ગાની પુજા કરવા મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે. અમારા આકાશવાણીના કોલકતાના પ્રતિનિધિ જણાવે છે કે, પશ્ચિમ બંગાળમાં ભાવિકો પંડાલ પરિક્રમા કરી રહ્યા છે. આ પ્રસંગે કોલકતામાં વિશેષ બસ અને ટ્રેન સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 2:13 પી એમ(PM) | નવરાત્રિ