ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 6, 2025 9:21 એ એમ (AM)

printer

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક કરે છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રામ નવમી પહેલા નવ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભગવાન રામનું જીવન આપણને સત્ય, ધર્મ અને નૈતિકતાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું ,આ તહેવાર સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે માનવતાની સેવા કરવાનો સંદેશ આપે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ પ્રસંગ લોકોને બલિદાન અને નિઃસ્વાર્થ પ્રેમના મૂલ્યોને સ્વીકારવા માટે પ્રેરણા આપે છે.આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર વિશ્વભરના ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બોર્ડે રામ નવમીને ધ્યાનમાં રાખીને સુચારુ કામગીરી જાળવવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ