આજે દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રધ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી રહ્યા છે. લોકો પોતાનાં સ્વજનોનાં ઘરે જઇને એકબીજાને ભેટ અને મુબારકબાદ આપી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના સંદેશમાં સુશ્રી મુર્મૂએ લખ્યું, આ તહેવાર ભાઈચારાની ભાવનાને મજબૂત કરે છે. શ્રી ધનખડે કહ્યું, ઈદ લોકોને તેમની સાંસ્કૃતિક વિવિધતા અને તેમને એક કરનારા સામાન્ય બંધનોથી મળતી શક્તિની યાદ અપાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્ર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે, આ તહેવાર સમાજમાં આશા, સદભાવ અને દયાની ભાવનાને વધારશે. તેમણે દરેકને તેમના પ્રયાસમાં આનંદ અને સફળતાની પ્રાર્થના પણ કરી.
Site Admin | માર્ચ 31, 2025 2:08 પી એમ(PM)
આજે દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી
