આજે દેશના વિવિધ ભાગોમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.મકરસંક્રાંતિનો તહેવાર શિયાળાની ઋતુના અંત અને લાંબા દિવસોના પ્રારંભનું પ્રતીક છે અનેઆ તહેવાર દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામોથી ઓળખાય છે. તે તમિલનાડુમાં પોંગલ, ગુજરાતમાં ઉત્તરાયણ, આસામમાં ભોગાલી બિહુઅને પશ્ચિમ બંગાળમાં પોષ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવેછે.
ગુજરાતમાં વહેલી સવારથી પતંગ રસિયાઓ અગાસી, ધાબાઓ પર ચઢીને પતંગનો આનંદ માણી રહ્યાં છે. ઠેર ઠેર કાયપો છે. નો નાદ ગુંજી રહ્યો છે. બાળકો, યુવાઓ સહિત વયોવૃદ્ધ સવારથી જ મંદિરોમાં દર્શન કરી દાન પુણ્ય કરી રહ્યા છે. સાથે જ ચીકી, બોર, શેરડીઓ લઈને ધાબા પર ચઢી ગયા છે અને મજા માણી રહ્યા છે.અને આજે સારો પવન પણ ફુંકાઈ રહ્યો છે.જે પતંગ રસિકોની મજામાં વધારો કરી રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 9:14 એ એમ (AM) | મકરસંક્રાંતિ