આજે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23મા સાંસ્કૃતિક ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરશે. ‘હરસિદ્ધિ વન’માં વિવિધ પ્રજાતિના 41 હજાર 619 રોપાનું વાવેતર થયું છે. જ્યારે 75મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે રાજ્યમાં 10 કરોડથી વધુ રોપાના વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 10:12 એ એમ (AM)