ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 3:43 પી એમ(PM) | દિવાળી

printer

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
જગત મંદિર દ્વારકાધીશ ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થઈ રહ્યું છે. આજે સવારથી જ દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આજે સાંજે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ સંગ હાંટડી ના ખાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરનાં શ્રી સ્વામિનારાયણ મંદિર એટલે કે અક્ષરવાડી ખાતે સમગ્ર મંદિર પરિસરને 3,000 દીવડાઓ પ્રગટાવીને દૈદીપ્યમાન કરવામાં આવશે. સાંજનાં 5 વાગ્યે ચોપડા પૂજન પછી મંદિરમાં ભવ્ય દીપોત્સવી આરતી કરવામાં આવશે. વિવિધ રંગોની રોશની દ્વારા મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું છે.
`

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ