રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે.આજે સવારે છ વાગે પૂર થતાં ચોવીસ કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 62 મીલીમીટર, ડાંગના આહવા અને વઘઈમાં 50 મીલીમીટર કરતાં વધુ વરસાદ વરસ્યો છે.. વરસાદને કારણે રાજ્યમાં ૭૦ રસ્તાઓ બંધ હાલતમાં છે.. સ્ટેટ હાઈવે હસ્તકના ચાર રસ્તાઓ પણ બંધ થયા છે.જ્યારે પંચાયત હસ્તકના ૬૩ રસ્તાઓ બંધ છે અને અન્ય ૩ રસ્તા અવરજવર માટે સ્થગિત કરાયાં છે. જીલ્લાવાર જોઇ તો પોરબંદરમાં પંચાયત હસ્તકના સૌથી વધુ ૨૩ રસ્તા બંધ, જૂનાગઢમાં પંચાયત હસ્તકના ૧૧ રસ્તા બંધછે.જેને કારણે અવરજવરમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. રાજ્યમાં વરસાદી માહોલમાં જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ રહી છે.. જેથી રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૫૩ ટકા જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ૫૬ ટકા જળ સંગ્રહ છે.ગુજરાતભરના ૪૮ જળાશયો ૧૦૦ ટકા, ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાઇ ગયા છે.. જ્યારે ૫૬ ડેમ હાઈ એલર્ટ પર,૧૨ ડેમ એલર્ટ પર અને ૧૦ ડેમ પર ચેતવણી આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ખરિફ પાકનું કુલ વાવેતર 81 ટકા કરતાં વધુ થઇ ગયું છે..હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 3:08 પી એમ(PM) | Gujarat | rainnews | Weather | weathernews