ચેસમાં ચેન્નઈ ગ્રાન્ડમાસ્ટર્સ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો આજે અન્ના સેનેટરી લાઇબ્રેરીમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટનમાં પારંપરિક રીતે ચેસ રમાશે. સ્પર્ધામાં સાત રાઉન્ડ થશે. વિદિત ગુજરાતી, આર. વૈશાલી અને હરિકા દ્વૌણાવલ્લી સાથે વર્લ્ડ નંબર 3 ગ્રાન્ડમાસ્ટર અર્જૂન એરિગૈસી ટુર્મામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
આ વર્ષે ટુર્નામેન્ટમાં નવી ચેલેન્જર્સ શ્રેણી શરૂ કરવામાં આવી છે, જેમાં વિજેતા આગામી વર્ષે રમાનારી માસ્ટર્સ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઇ કરશે. ગતવર્ષે ડી. ગુકેશ અને અર્જૂન એરિગૈસી વચ્ચે ટોચના સ્થાન માટે મુકાબલો થયો હતો, જોકે સારા ટાઇબ્રેક રેકોર્ડને કારણે ગુકેશે આ સ્પર્ધા જીતી લીધી હતી અને બાદમાં તેમણે ચેમ્પિયનશીપનો ખિતાબ પણ જીત્યો હતો.
Site Admin | નવેમ્બર 5, 2024 2:25 પી એમ(PM)