ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 8:29 એ એમ (AM)

printer

આજે ઓડિશા અને કચ્છ ક્ષેત્રમાં જુદા-જુદા સ્થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જુદા-જુદા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે.
આજે ઓડિશા અને કચ્છ ક્ષેત્રમાં જુદા-જુદા સ્થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના છે. હવામાન વિભાગે પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની પણ આગાહી કરી છે. હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ