આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત આકાશવાણીના પટાંગણમાં ભવાઈના જાણીતા કલાકારો દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભવાઈના કલાકારો ઉપરાંત આકાશવાણીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 17મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવાનો આહવાન કરવામાં આવ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 3:11 પી એમ(PM) | સ્વચ્છતા એ જ સેવા 2024