આજે IPLમાં બે મેચ રમાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કોલકાતામાં બપોરે 3.30 વાગ્યે રમાશે. બીજી મેચ 7.30 વાગ્યે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચંદીગઢમાં રમાશે.
IPLમાં ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હરાવ્યું.
ગઈકાલે મુંબઈમાં રમાયેલી મેચમાં બેંગ્લોરે મુંબઈને પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 221 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 209 રન જ બનાવી શકી.
Site Admin | એપ્રિલ 8, 2025 1:23 પી એમ(PM)
આજે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તથા પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો
