અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે નાણાંકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા 14 હજાર કરોડ રૂપિયાનાં ડ્રાફ્ટ બજેટમાં શાસક પક્ષ દ્વારા વધારાના અંદાજે બે હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યો, પ્રોજેક્ટ સહિત સુધારા સાથે રજૂ થનારા અંદાજપત્રનું કદ આશરે 16 હજાર કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે.
સુધારેલા અંદાજપત્રમાં શહેરમાં નવા ફ્લાયઓવર, અન્ડરપાસ, ખારીકટ કેનાલ, રિવરફ્રન્ટ સહિતનાં વિકાસકાર્યો માટે બે હજાર કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ સથે અંદાજપત્ર રજૂ થાય તેવા અહેવાલો છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 9:23 એ એમ (AM)
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાંકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરાશે
