અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે. આજના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. શહેરની સ્થાપના બાદ પહેલી વાર યોજાનારી આ નગરયાત્રાનું સવારે સાડા 7 વાગ્યે ભદ્રકાળી માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન થશે.
દરમિયાન આજે સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી, ખમાસા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ, મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા, વીજળી ઘર તરફના તમામ રસ્તા વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:26 એ એમ (AM) | AIR | અમદાવાદ સ્થાપના દિવસ
આજે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ, શહેરમાં પ્રથમવાર નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળશે.
