આજથી હૈદરાબાદમાં ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ- IGDCની 16મી આવૃત્તિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં આશરે 20 હજાર લોકો ભાગ લે તેવી સંભાવના છે. ગેમ ડેવલપર એસોસિએશન ઓફ ઇન્ડિયા- GDAI દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં ભારતનાં ગેમિંગ અને ઇન્ટરએક્ટિવ એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની ઝડપી વૃધ્ધિ પર ફોકસ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ આજે કોન્ફન્સમાં હાજરી આપશે. આયોજકોનાં જણાવ્યા પ્રમાણે કોન્ફરન્સમાં 150થી વધુ સત્રો યોજાશે અને 250થી વધુ વક્તાઓ ભાગ લેશે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે, IGDC વિશ્વની ટોચની ત્રણ વિડીયો ગેમિંગ કોન્ફરન્સમાં સ્થાન પામે છે.
Site Admin | નવેમ્બર 13, 2024 2:25 પી એમ(PM)