આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે.
આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલય પુત્રી કુમારી શૈલજા સ્વરૂપા માનુ વાહન વૃષભ છે. જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારિણી મા શૈલપુત્રીની નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કરવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #Navratri2024 #Navratri #GoddessDurga | Gujarat | India | news | newsupdate
આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.
