રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આજથી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી શરૂ થઇ છે. આ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તેવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બિમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ તથા તાલીમ શિબિર જેવા પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ દરમિયાન “ઓક્સીટોસીન” ઇંજેક્શનના દુરૂપયોગ બાબતે લોક જાગૃતી કેળવવા નાગરિકોને અનુરોધ કરાશે. જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળોમાં વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજાશે.
જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો છપાવવા ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો દરમિયાન ગૌવંશ હત્યાના પ્રતિબંધ ધારો અમલમાં છે તેની જનજાગૃતિ કેળવવા માટે પણ પ્રચાર કરાશે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 8:24 એ એમ (AM) | પ્રાણી કલ્યાણ પખવાડીયા