આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે.
પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને બીજી સીઝનમાં આરસીબીએ ટ્રોફી જીતી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની બે સીઝનમાંથી એક પણ મેચમાં સદી નોંધાઈ નથી.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 10:58 એ એમ (AM)
આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે
