આજથી રાજ્યમાં આજથીગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં S.S.C.ના 9 લાખથી વધુ, H.S.C. ના 4 લાખથી વધુ અને H.S.C. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓનો સમાવેશ થાય છે.
બોર્ડની પરીક્ષાના અનુલક્ષમાં રાજ્યના શિક્ષણ મંત્રીઓ ડૉ. કુબેર ડિંડોર અને પ્રફુલ પાનશેરિયા ગાંધીનગર સરગાસણ ખાતે આવેલ રેડિયન સ્કૂલમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિધાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમ દ્વારા વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની નિયમિત સેવા ઉપરાંત વધારાની ૨૫૦ જેટલી ટ્રીપ ચલાવવાનું આયોજન છે.
પરીક્ષાઓનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ રાખવામાં આવશે.
આજથી બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા, શિક્ષણ મંત્રીઓ ડિંડોર અને પાનશેરિયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે
