કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાના પગલે પરમિટ માટે ચાર નવી ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે. આ સાથે ભૂજ થી ધોરડો સુધી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે.
Site Admin | નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM) | Akashvani | akashvaninews | Dhordo | Gujarat | India | news | newsupdate | Ranotsav | Tent City | topnews | કચ્છ | કચ્છનું રણ | ગુજરાત | ટેન્ટસિટી | ધોરડો | રણોત્સવ