આજથી નવી દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનાં સહયોગમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં પુરુષોની 20 અને મહિલાઓની 19 ટીમો ભાગ લઈ રહી છે.
ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રતિક વાઇકરનાં વડપણ હેઠળની ભારતીય ટીમ આજે ગ્રુપ એમાં નેપાળ સામે રમશે. ડાંગ જિલ્લાની વતની ઓપીના ભીલાર ભારતીય ટીમ વતી રમશે. ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર ઓપીના ગુજરાતની એક માત્ર ખેલાડી છે.
મેચ રાત્રે સાડા આઠ કલાકે શરૂ થશે. ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ થશે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 2:26 પી એમ(PM)