અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૨૫ અને ૨૯ માર્ચ, ૯ એપ્રિલ તેમજ, ૨જી અને ૧૪મી મેના રોજ યોજાનારી આગામી IPL-૨૦૨૫ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન સેવાઓને સવારના ૬:૨૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે.
મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. જેનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ ૫૦ રૂપિયા રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બંને લાઇન પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી થઈ શકશે.આ તારીખો દરમ્યાન અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર ૮ મિનિટે ઉપલબ્ધ રહેશે. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય રાત્રિના ૧૨:૩૦ વાગ્યાનો રહેશે.
Site Admin | માર્ચ 22, 2025 7:30 પી એમ(PM)
આગામી IPL-૨૦૨૫ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન સેવાઓને સવારના ૬:૨૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો
