ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 2, 2025 7:33 પી એમ(PM)

printer

આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં ધીમેધીમે સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગના નિયામક એ.કે.દાસે જણાવ્યું હતું.

આગામી પાંચ દિવસ દરમિયાન રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૨થી ૪૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી હોવાથી જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ગરમીથી બચવા સાવધાની રાખવા સૂચના આપી છે. રાજકોટમાં વર્ષ ૨૦૧૭માં એપ્રિલમાં મહત્તમ ૪૪.૮ અને ૨૦૧૯માં ૪૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો બીજી તરફ ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ જિલ્લાના ચિંચલી પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ