રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ સાથે તાપમાન યથાવત્ રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીનું જોર ઘટશે.
નવસારી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં આજે પ્રતિ કલાક 1.9 કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે તાપમાનનો પારો આશ્ચર્યજનક રીતે ગઈ કાલ કરતાં 1 ડિગ્રી ઘટી જતા લઘુતમ 10.6 ડિગ્રી અને મહત્તમ 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે વાતાવરણમાં 88 ટકા જેટલા ભેજનું પ્રમાણ નોંધાયું છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 6:19 પી એમ(PM)