આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીમાંથી આંશિક રાહત મળશે. હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે પરંતુ પવનની ગતિ હજુ પણ ઝડપી રહેશે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત અન્ય 4 મહાનગરમાં લઘુત્તમ તાપમાન માં 1-2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. અમદાવાદમાં 13.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:18 પી એમ(PM) | લઘુત્તમ તાપમાન