આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ વધતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય અમદાવાદમાં 34.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 35 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 36.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 7:21 પી એમ(PM)
આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે
