આગામી 31 ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવે નર્મદા સ્થિત એકતાનગરની મુલાકાત લીધી હતી.
અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે, મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવે એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમના સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરી રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે સૂચન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાશે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 11:58 એ એમ (AM)