આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત અને મરાઠવાડામાં ભારે વરસાદની શક્યતા છે. તો 26 સપ્ટેમ્બર સુધી ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:38 પી એમ(PM)