આગામી 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC સાથે HSCની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે વહેલી પરીક્ષાઓ યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી પરીક્ષાઓ શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ પરીક્ષાનો કાર્યક્રમ તેની વેબસાઇટ www.gseb.org પર પણ જાહેર કર્યો છે.
Site Admin | ઓક્ટોબર 16, 2024 11:31 એ એમ (AM)