આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે. હવામાન વિભાગના નિયામક એકે દાસના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ રાજસ્થાનમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે ગુજરાત પર ઉત્તર દિશા તરફથી પવન આવવાની શક્યતા વધુ છે. જેથી ઠંડીનો અનુભવ થશે. ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. જ્યારે અમદાવાદ અને વડોદરામાં 17.4, રાજકોટમાં 15.2 અને સુરતમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:25 પી એમ(PM)
આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે
