ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 7:22 પી એમ(PM)

printer

આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં કૉલ્ડવેવની આગાહી સાથે યલૉ અલર્ટ જાહેર કરાયું

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે.જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં મોટા ફેરફારની કોઈ આગાહી નથી. શ્રી ચૌહાણે ઉમેર્યું કે, તાપમાનનો પારો સામાન્ય કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટે ત્યારે કૉલ્ડ વેવ એટલે કે, ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરાઇ છે. જ્યારે ગત 24 કલાકમાં રાજકોટ અને નલિયામાં આ સ્થિતિ જોવા મળી હતી.નલિયામાં તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ