હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ આગામી 24 કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તીત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત તેલંગાણા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભના કેટલાંક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, કર્ણાટક, આસામ, મેઘાલય, સિક્કિમ, ઝારખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 3:08 પી એમ(PM) | વરસાદ | હવામાન વિભાગ