આગામી 19 ફેબ્રુઆરી બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. તો 20 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ થશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જણાવે છે કે આ સત્રમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજના મુદ્દા રજૂ થશે. સરકારી વિધેયકો માટે ચાર બેઠકો યોજાશે. આ ઉપરાંત માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો મળશે.
બજેટ સત્ર સંદર્ભે આવતીકાલે ભાજપની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 4:08 પી એમ(PM) | વિધાનસભા
આગામી 19 ફેબ્રુઆરી બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે
