આગામી 16 મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી એ પોતાનો ચૂંટણી લક્ષી ઢંઢેરો જાહેર કર્યો હતો અને પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢમાં થનાર વિકાસ કાર્યોની વિગતો પૂરી પાડી હતી શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે આ વિકાસ ઢંઢેરામાં નાગરિકોની સુખાકારીની સાથે સાથે જૂનાગઢ શહેર પ્રથમ હરોળનું વિકસિત અને પ્રવાસન ધામ બને તેવી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે ખાસ કરીને 114 કરોડ રૂપિયાને ખર્ચે ગિરનારનો વિકાસ નવાબીકાળના વિલીંગ્ડન ડેમની કાયાપલટ, નવા ફાયર સ્ટેશન સહિતની સુવિધા અને દામોદર કુંડથી ભવનાથ સુધીના માર્ગને સનાતન પથ તરીકે વિકસાવવાની જોગવાઈ સહિતની સુવિધા આગામી પાંચ વર્ષમાં શહેરીજનોને આપવાની પ્રતિબધ્ધતા આ ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવી છે
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:52 પી એમ(PM) | મહાનગરપાલિકા
આગામી 16 મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે
