ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2024 7:30 પી એમ(PM)

printer

આગામી 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે

આગામી 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આ લોક અદાલતમાં લઘુતમ બૅંકને લગતા દાવા, વાહનને લગતા દાવા, લગ્નજીવનની તકરારને લગતા દાવા, મજૂર તકરારને લગતા દાવા, જમીન સંપાદનને લગતા કેસ, પાણી તેમજ વીજળીને લગતા કેસ, મહેસૂલી દાવા તથા દીવાની તકરારને લગતા દાવા સમાધાન માટે મૂકી શકાશે.
આ અંગે લોકોમાં વધુ જાગૃતતા આવે એ માટે ગુજરાત વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ તેમજ કાર્યકારી અધ્યક્ષ બીરેન વૈષ્ણવનો આવતીકાલે સાંજે 6 વાગ્યે તેમજ 13 સપ્ટેમ્બરે રાત્રે સાડા નવ વાગ્યે દૂરદર્શન પર હાઝિર હો નામનો કાર્યક્રમ પ્રસારિત થશે. જેમાં લોકોને કાયદાકીય કાર્યવાહી વિશે માહિતી અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ