કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘આગામી 10 વર્ષમાં બીજી 75 હજાર મેડિકલ સીટ વધારવાનો સરકારનો લક્ષ્યાંક છે. ગાંધીનગરના અડાલજ ખાતે હીરામણિ આરોગ્યધામ – ડે કેર હૉસ્પિટલનું લૉકાર્પણ કરતાં શ્રી શાહે કહ્યું કે, ‘આર્થિક રીતે નબળા, મધ્યમ વર્ગ અને ગ્રામીણ ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને હીરામણિ આરોગ્યધામ બનાવવામાં આવ્યું છે. સરકારે ફક્ત મેડિકલ કૉલેજની બેઠક જ નથી વધારી, પરંતુ દેશમાં અનેક મેડિકલ હૉસ્પિટલ બનાવવાનું પણ કામ કર્યું છે.’
Site Admin | ઓક્ટોબર 4, 2024 1:46 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ