આગામી સોમવારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે શ્રીજીની થશે. ત્યારબાદ સવારે 6થી 8 વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે 8થી 9 વાગ્યા સુધી શ્રીજીના ખૂલ્લે પડદે સ્નાન દર્શન થશે.
જ્યારે સવારે 9થી સાડા 9 વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે. તો રાત્રે સાડા 8 વાગ્યાથી સાડા 9 વાગ્યા સુધી શ્રીજીની શયન આરતી દર્શન થશે અને સાડા 9 વાગ્યે મંદિર બંધ થશે. રાત્રે બાર વાગ્યાથી અઢી વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 4:13 પી એમ(PM) | દ્વારકાધીશ