હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત છે. આ વર્ષે ચોમાસુ તેનાં નિશ્ચિત સમય કરતા લંબાયું હોવાથી શિયાળાની શરૂઆત પણ થોડી મોડી થઈ છે. નવેમ્બર મહિનો શરૂ થયા હોવા છતાં હજુ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આગામી સાત દિવસ બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં શિયાળાની શરૂઆત થવાની સંભાવના છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી વધુ નોંધાઈ રહ્યું છે તથા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ડીસા જિલ્લામાં 39.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે ઉત્તર ભારત તરફથી આવતા પવનો ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો કરશે કે હાલમાં ઉત્તર ભારતમાં પણ કોઈ સ્થળ પર બરફ વર્ષા થઈ રહી નથી પરંતુ ધીમે ધીમે તેનું વાતાવરણ ઠંડુ થવાથી ત્યાંના ઠંડા સૂકા પવનો ગુજરાત તરફ આવવાની શરૂઆત થયા બાદ શિયાળાની અસર વર્તાશે.
Site Admin | નવેમ્બર 1, 2024 5:30 પી એમ(PM)
આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત
