આગામી વર્ષ 2025માં હજ યાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હજ યાત્રા પર જવા ઈચ્છતા લોકો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયને ગઈકાલે નવી દિલ્હીમાં અરજી પ્રક્રિયાની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે શ્રી રિજિજુએ સાઉદી અરેબિયાએ ભારત માટે એક લાખ 75 હજારથી વધુ હજ યાત્રીઓનો ક્વોટા નક્કી કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રથમ વખત હજ કમિટીની વેબસાઈટ સિવાય હજ સુવિધા એપ દ્વારા પણ અરજીઓ કરી શકાશે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:47 પી એમ(PM)