હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આજે અને કાલે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કેરળ, લક્ષદ્વીપ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં સમાન સ્થિતિ રહેવાની શક્યતા છે. આજે તમિલનાડુ અને કેરળના દક્ષિણના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
દરમિયાન, આવતીકાલે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગો અને કોંકણ, ગોવા અને દરિયાકાંઠાના ગુજરાત પર ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે.
Site Admin | માર્ચ 21, 2025 6:06 પી એમ(PM) | વરસાદ
આગામી બે દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થશે
