રાજ્યના અનેક ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયાહતા. આ તરફ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આહવા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શુક્રવાર સાંજે ડાંગના અંતરિયાળ ભાગોમાં વરસાદનું આગમન થયું હતું. સાપુતારા,વઘઈ અને સુબિર પંથકના ગામડાઓમા પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જોકે આહવામાં ગઈકાલથી આજ સવાર સુધી ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આ તરફ તાપી જિલ્લાના ઉચ્છલમાં ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદ બાદ કેટલાકઘરોને નુકસાન પહોંચ્યુ હતું. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છેકે સેલુડ ગામે કાચા મકાન પર વીજળી પડતા ઘરને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબેઆ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથીમધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલી ખાતે છૂટોછવાયો વરસાદ વરસી શકેછે. સૌરાષ્ટ્રમાંરાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ તેમજ દીવમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં પંચમહાલ તેમજ દાહોજમાં ગાજવીજ સાથેવરસાદની શક્યતા છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 7:11 પી એમ(PM)