ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ આવતીકાલે અને સોમવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે આ પ્રમાણેનીજ આગાહી કરી છે. ગંગાના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ આ મહિનાની 23 અને 24 તારીખે ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ વિસ્તારોમાં કોઈ નોંધપાત્ર વરસાદ નહીં પડે. ઉત્તર આંદામાન સમુદ્ર પર તાજા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, આ મહિનાની 22 તારીખની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર હળવુ દબાણ રચાય તેવી શક્યતા છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 2:23 પી એમ(PM)