હવામાન વિભાગના ડાયરેક્ટરએ કે દાસ એ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન એક થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થવાની સંભાવના છે અત્યાર સુધીમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તેની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે જે આગામી દિવસમાં તાપમાન યથાવત રાખશે આ ઉપરાંત તેમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની સંભાવના છે તથા મુખ્યત્વે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જેથી વર્ષ 2025 ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:33 પી એમ(PM) | તાપમાન