હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું. નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કંડલામાં 12ડિગ્રી, ડિસા, કેશોદ અને રાજકોટમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, ભાવનગર, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તથા અમદાવાદ અને વડોદરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ 21 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન ઓખામાં નોંધાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM) | હવામાન વિભાગ
આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી
