આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ ઉપરાંત મગંળવારના રોજ દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં અતિભારે વરસાદ વરસે તેવી પણ શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપી હતી બીજી તરફ, પોરબંદરના દરિયાકિનારે અગાઉ 3 નબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, તેના બદલે હવે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 7:54 પી એમ(PM) | ભારે વરસાદ
આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી
